top of page
Search

આશ્રય નું પદ

આશ્રય નું પદ


યહ માંગો ગોપીજન વલ્લભ ||

માનુષ જન્મ ઔર હરિ સેવા વ્રજવસવો દીજે મોહી સુલભ(1)


શ્રીવલ્લભ કુલકો હો હું ચેરો વૈષ્ણેવ જન કો દાસ કહાવુ ||

શ્રીયમુનાજલ નિત પ્રતિ ન્હાવું મનકર્મ વચન કૃષ્ણ ગુણ ગાઉ (2)


શ્રીભાગવત શ્રવણ સૂનું નિત ઇન તજ ચિત કહું અનત ન જાઉં ||

પરમાનંદદાસ યહ માંગત નિત નિરખો કબ હું ન અઘાઉ (3)


ભાવાર્થ

પ્રભુ તેના ભક્તો ની ક્યારેય લૌકિક ગતિ થવા દેતા નથી. પ્રભુ તેના ભક્તો ના અલૌકિક મનોરથો પૂર્ણ કરે છે. આપણાં પ્રભુ સર્વજ્ઞ, સર્વ સામર્થ્યવાન છે. તેના ભક્ત ને શુ જોઈએ છે તે બધું જાણે છે. તેના ભક્તો તેની લૌકિક કામના પૂર્ણ કરવા પ્રભુ પાસે કાઈ માંગતા નથી.

પરમાનંદદાસજી સમજાવે છે કે આપણુ વૈષ્ણેવો નુ જીવન કેવું હોવું જોઈ એ તે સમજાવે છે. હે ગોપીજનવલ્લભ(ગોપીઓના વ્હાલા એવા શ્રીકૃષ્ણ )મને મનુષ્ય જન્મ આપજો તેજ સર્વ શ્રેષ્ઠ છે. વળી શ્રીવલ્લભપ્રભુ એ આપણાં ઉપર કૃપા કરી વૈષ્ણેવ બનાવ્યા નામ દીક્ષા અને બ્રહ્મસંબંધ આપ્યું. શરણાગતિ પૂર્વક સંપૂર્ણ સમર્પણ જીવન કેમ જીવવું તે માટે શ્રી વલ્લભે આપણી ઉપરપોતાનું સર્વસ્વ પ્રભુ પધરાવી આપ્યા. પ્રભુ ની સેવા-કથા જ મુખ્ય છે તે જ આપણો ધર્મ છે.

(ભગવદ્-રૂપ-સેવાર્થં તત્સૃષ્ટિ : નાન્યથા ભવેત્) ઠાકોરજી ની લીલા સ્થલી વ્રજ માં હું નિવાસ કરું. હું સદાય શ્રીવલ્લભ નો આશ્રય કરું, તેનો દાસ થઈ રહું, હું દાસ નો પણ દાસ બનું.દાસાનું દાસ બનું. જેથી મારા માં દીનતા પ્રકટ થાય.(વૃત્રા સુર પણ ભગવાન પાસે એજ માંગે છે, દાસ નો દાસ બનું)

હું વ્રજ માં નિવાસ કરું. નિત્ય પ્રતિ યમુના મહારાણીજી ના સ્નાન, પાન કરું, અને મન,વચન અને કર્મ

(કાયિક:- પાદ્સેવન,અર્ચન અને વંદન ભક્તિ. વાચિક:-શ્રવણ, કિર્તન અને સ્મરણ ભક્તિ. માનસિક:- દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન ભક્તિ) થી શ્રીઠાકોરજી ની પ્રેમ પૂર્વક સેવા અને ગુણ ગાન કરું.

(શાસ્ત્રમ્ અવગત્ય મનો-વાગ-દેહૈ: કૃષ્ણ: સેવ્ય)એ મહાપ્રભુજી નો પૂર્ણ વિચાર છે.શ્રીમદ ભાગવદ્દ નું નિત્ય શ્રવણ કરું.શ્રીમદ્ ભાગવત ભગવાન નું નામાત્મક સ્વરૂપ છે. તેમાં ભગવાન ની દશવિધ લીલા ભરેલી છે. તેનું નિત્ય ભગવદીયો ના સંગ માં રહી શ્રવણ કરું.(નિવેદનન્તુ સ્મર્તવ્યં સર્વેથા તાદશૈર્ જનૈ) હે શ્રી વલ્લભ આપના અનુગ્રહ થી આવો અલૌકિક સત્સંગ પ્રાપ્ત થતો હોય તો મારે બીજે ક્યાંય જવું જ નથી. મારુ ચિત્ત સત્સંગ માં જ લાગેલું રહે.પરમાનંદદાસ કહે છે, હું આ માંગુ છું. હું મારા ઠાકુરજી ની સેવા કરું તેના દર્શન કરું, તેનાથી હું ક્યારેય તૃપ્ત ન થાઉં. (પુષ્ટિ માં તૃષ્ટિ નું શુ કામ છે. જો કૃષ્ણ ના કમલ મુખ ના દર્શન કરી સંતોષ માની લઉ તો તે પુષ્ટિ ભક્ત નથી. (અપૂર્ણ ક્ષુધા--કામ પુરુષાર્થ)વૃત્રાસુર પણ એજ માંગે છે. મને પ્રભુ ની સેવા અને સત્સંગ મલે અને જે ઘર માં બધા સાથે મળી સેવા-સત્સંગ કરતા હોય તેવા ભગવદીયો નુ સખ્ય મલે.પરમાનંદદાસજી એ આ કિર્તન માં આપણ ને પુષ્ટિમાર્ગીય કામપુરુષાર્થ સમજાવ્યો.

ree

 
 
 

Comments


© 2020 by Pushti Saaj Shringar.

bottom of page