top of page
Search

U તિલકનો ભાવ U

U તિલકનો ભાવ U


કદાચ ભારત સિવાય બીજે ક્યાં પણ મસ્તક તિલક કે ચાંદલો કરવાની પ્રથા નથી, આ પ્રથા અત્યંત પ્રાચીન છે. આ તિલક કે ચાંદલાનું અલૌકિક, મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક તથ્યોની દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. એવી માન્યતા છે કે મસ્તકના મધ્યમાં વિષ્ણુભગવાનનો વાસ હોય છે આથી તિલક એ સ્થાન પર કરવામાં આવે છે. તિલક કે ચાંલ્લો કરવાથી ઉત્તેજના, ક્રોધ પર અંકુશ રહે છે.


વૈષ્ણવના કપાળ પર 'તિલક' અથવા 'કુમકુમ' પ્રતિક કે સંકેત છે. તેને ધારણ કરનાર જીવે પોતાની જાતને પ્રભુના ચરણકમલમાં સમર્પિત કરી દીધી છે. 'તિલક' નું U નિશાન ખરેખર શ્રીકૃષ્ણના ચરણકમળની રુપરેખા સમાન છે. મસ્તકએ શરીરનો સૌથી વધુ ઉંચ્ચો ભાગ છે. તેથી શ્રીકૃષ્ણ ભકતના જીવનમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.


શ્રીઆચાર્યચરણે તત્ત્વાર્થદીપ નિબંધ ગ્રંથના સર્વનિર્ણય પ્રકરણમાં તિલક અંગે આજ્ઞા કરેલ છે. શ્રીઆચાર્યચરણ U આકાર વાળું ઉર્ધ્વપુષ્ડ્ર તિલક ધારણ કરતા.


તિલક ધારણ કરવાનો ભાવ

(૧) પ્રભુના ચરણકમલમાં જયારે ભકતોને રતિ અને વ્યસન થાય ત્યારે તે જીવને તિલક કરવાની ઇચ્છા જાગૃત થાય છે.

(૨) તિલક કરવાથી આપણું અલૌકિક વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે. આ ઉપરાંત તિલક કરવાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે.

(૩) કપાળ પર નિયમિતરુપે તિલક કરવાથી મગજમાં શાંતિનો અહેસાસ થાય છે.

(૪) જે જીવ તિલક કરે છે તે પ્રભુનો કૃપાપાત્ર જીવ છે તેવું પ્રતિત થાય છે.

(૫) તિલક કરવાથી આપણે પ્રભુના શરણે ગયા છે તેવું સતત યાદ આવે છે.

(૬) કુંકમ શુકનવંતુ છે, તેથી તિલક કરનારને સદાય શુભ મૂહૂર્ત અને શુભ ચોઘડિયું રહે, તેને કોઇ અમંગળ આવતું જ નથી.


વૈષ્ણવી તિલકનો ઉલ્લેખ અને મહત્વ અનેક શાસ્ત્રો તેમજ ગ્રંથોમાં જોવા મળે છે. ગર્ગ સંહિતા અનુસાર જો જીવ પ્રતિદિન ગોપી ચંદનનું તિલિક ધારણ કરે છે તેને એક હજાર અશ્વમેઘ યજ્ઞો તથા રાજ્સૂય યજ્ઞનું ફલ મળે છે.

ree

 
 
 

Comments


© 2020 by Pushti Saaj Shringar.

bottom of page