મંગલભોગ ધરવાની ભાવના
- Reshma Chinai

- Nov 25, 2020
- 1 min read
મંગલભોગ ધરવાની ભાવના
પુષ્ટિમાર્ગમાં શ્રીઠાકોરજીની સેવા બાળભાવે અને આત્યંતિક વાત્સલ્યભાવપૂર્વક કરવાની છે. બાળકને જાગતાંની સાથે જ ક્ષુધા થાય છે. આથી સામગ્રી તૈયાર કરીને રાખવી. મંગલભોગ ધરતાં પોતાના હ્રદયમાં વાત્સલ્ય રસ રાખવો.
ભાવ - ભાવના
(૧) શ્રીઠાકોરજીની આગળ રાખેલી ચૌકી તે શ્રીરોહણીજીનું સ્વરુપ છે.
(૨) સોનાની કટોરી તે શ્રીસ્વામિનીજીનું સ્વરુપ છે, અને ચાંદીના પાત્ર હોય તો શ્રીચંદ્રાવલીજી નો ભાવ સમજવો. પીતળ પાત્ર હોય તો સોનાનો ભાવ માનવો, શ્રીસ્વામિનીજી રસરુપ પાત્ર છે, તેમાં કુમારિકાનો ભાવ માનવો. શ્રીયમુનાજી તો સર્વમાં રહેલાં છે.
(૩) મોટા કટોરાને શ્રીચંદ્રાવલીજીનો ભાવ માનવો, નાની કટોરી શ્રીસ્વામિનીજી રસરુપ પાત્ર છે.
હ્રદયમાં ભગવદ્દ સાધનો પ્રત્યે આવો ભગવદ્દ ભાવ રાખી મંગલભોગ ધરીને પ્રાર્થના કરવી કે શ્રીઆચાર્યજી શ્રીમહાપ્રભુજી તથા શ્રીગુસાંઇજી અને મારા ગુરુજી તથા અષ્ટસખા, ચોરાસી વૈષ્ણવની કાનીથી મંગલભોગ આરોગજો એમ કહી ટેરો કરવો.





Comments